DiscoverKhas Khabar Rajkot FM News
Khas Khabar Rajkot FM News
Claim Ownership

Khas Khabar Rajkot FM News

Author: Khas Khabar FM News

Subscribed: 0Played: 0
Share

Description

News, Breaking News,
7 Episodes
Reverse
khaskhabar Rajkot FM News Dt.17-9-2020
દેશભર સહિત ગુજરાતમાં હાલ કોરોનાના સંક્રમણના કારણે શાળા-કોલેજો બંધ જોવા મળી રહી છે. ત્યારે રાજ્યના ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે રાજ્યમાં શાળાઓ શરૂ કરવાના મુદ્દે નિવેદન આપ્યું છે.ડે.સીએમ નીતિન પટેલે રાજ્યમાં શાળાઓ શરૂ કરવા મુદ્દે સંકલન બાદ નિર્ણય લેવામાં આવશે. રાજ્ય સરકાર તમામ વિચારણા કરી શાળાઓ શરૂ કરવા અંગે નિર્ણય કરશે. જન્મદિને નરેન્દ્ર મોદી પોતાના ગુજરાતને 'મીસ' કરશે? તા.17 ના મુલાકાતની શકયતા નથીવડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિન તા.17 ના રોજ છે અને ભાજપે તેની એક સપ્તાહ લાંબી ઉજવણી પણ કરી છે.પરંતુ દર વર્ષની માફક આ વર્ષે વડાપ્રધાન શ્રી મોદી તેમનાં માતાના આર્શીવાદ લેવા ગાંધીનગર વે તેવી શકયતા નથી.હાલ સંસદનું ચોમાસું સત્ર ચાલુ છે અને તેથી વડાપ્રધાન માટે ગાંધીનગર આવવુ મુશ્કેલ છે. શ્રી મોદી દર વર્ષે તેમનાં જન્મદિને માતાના આર્શીવાદ લેવા રૂબરૂ આવવાનું ચુકતા નથી જોકે શ્રી મોદી તા.31 ઓકટોબરનાં સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિને ગુજરાત આવશે તે નિશ્ચીત બની રહ્યું છે. સૌરાષ્ટ્રને તરબોળ કરતા મેઘરાજા : લાલપુરમાં સવા ૪ ઇંચ, કાલાવડમાં ૩ ઇંચ વરસાદમોરબી- જૂનાગઢ- ઉપલેટામાં બે ઇંચ : ટંકારામાં પોણા બે ઇંચ : મેંદરડા- અમરેલી-જામનગર-ખંભાળીયા-ભુજ-માળિયા મિયાણા- વાંકાનેર-વિસાવદરમાં એક ઇંચ વરસાદછેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૬૧ તાલુકાઓમાં વરસાદ સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ છેલ્લા બેથી ત્રણ દિવસથી વરસાદનો નવો એક રાઉન્ડ શરૂ કર્યો હોય સૌરાષ્ટ્ર તરબોળ થયું છે. પાંચ મિનિટની મુલાકાતમાં અક્ષય કુમારને મળી હતી ત્રણ ફિલ્મો, પણ રહી હતી ફ્લોપ અક્ષયકુમારે અમેરિકન એડવેન્ચર શો બેર ગ્રિલ્સના શો ઇન ટુ ધ વાઇલ્ડમાં કામ કર્યું હતું. આ શોમાં અક્ષયે ઘણા જોખમોનો સામનો કર્યો હતો અને સાથે સાથે પોતાના પરિવાર, કરિયર અને જીવન વિશે પણ વાત કરી હતી. ગ્રિલ્સના સવાલ પર અક્ષયે પોતાની અગાઉની જિંદગી વિશે કહ્યું હતું કે તે દિલ્હીનો રહેવાસી છે તેના પિતા પંજાબી અને માતા કાશ્મીરી છે. તે પોતાના પિતાને આદર્શ માને છે અને તેમણે શીખવેલી ચીજોનું પાલન કરે છે.
khaskhabar Rajkot FM News Dt.12-9-2020
આખરે ભારતમાં કોરોના રસીની ટ્રાયલ અટકી,દેશમાં 17 સ્થળે ચાલતી ટ્રાયલ રોકવા એસ.એસ.આઈ નો આદેશ કોરોનાનો રેપીડ એન્ટિજન ટેસ્ટ નેગેટિવ આવે તો RT-PCR ટેસ્ટ કરાવો કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે રાજ્યોને સૂચના આપી રાજકોટની સોની બજારમાં છેલ્લા 50 દિવસમાં 40 ના મોત સક્રમણ અટકાવવા કાલથી સોની બજાર 8 દિવસ બંધ રાજકોટ મહાપાલિકાના 17 કોમ્યુનીટી હોલનું આજથી ઓનલાઈન બુકિંગ શરૂ,પ્રાંત અધિકારીને મંજૂરી રજૂ કરવી જરૂરી રાજકોટથી ભાવનગર, દિવ,મહુવા,ભુજ,અને અમદાવાદની વોલ્વો આજથી શરૂ,ઓનલાઈન બુકિંગ ઉપર 10% ડિસ્કાઉન્ટ મળશે મુંબઈની ધરામાં ફરી ખળભળાટ મુંબઈમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો રાજકોટમાં કોરોના હવે જીવલેણ બન્યો જોખમી થર્ડ સ્ટેજમાં પ્રવેશ્યો: આજે કોરોનાથી 22 દર્દીના મોત રાજકોટ: મનપા ના આરોગ્ય અધિકારી ડો.પી.પી.રાઠોડ નો કોરોના રિપોર્ટ પોઝિટિવ  રિયા ચક્રવતીને ડ્રગ્સ કેસમાં જમીન ના મંજુર કરતા હવે રેવું પડશે જેલ માં જ
BCCIની મેડીકલ ટીમનો સભ્ય કોરોનાની ઝપેટમાં, અત્યાર સુધી IPLના 14 સભ્યો કોરોનાથી સંક્રમિત ગત અઠવાડીયા દરમ્યાન ચેન્નઇ સુપર કિંગ્સ (CSK)ના બે ખેલાડીઓ સહિત 13 સભ્ય કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યુ હતુ. યુએઈમાં સામે આવેલા આ કેસોની સંખ્યા હવે 14 જેટલી થવા પામી છે. કારણ કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ તરફથી યુએઈ પહોંચેલી મેડીકલ ટીમના એક સભ્યને કોરોના પોઝિટીવ હોવાનું પણ સામે આવ્યુ છે. 2 રશિયન ઓફિસરે હાથ આગળ કર્યો તો રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું નમસ્તે! રક્ષામંત્રી રાજનાથ સિંહ શાંઘાઇ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન – SCOની બેઠક માટે રશિયા પહોંચ્યા છે. રક્ષામંત્રી બુધવાર રાત્રે મોસ્કો પહોંચ્યા. આ દરમ્યાન તેમનો એક વીડિયો રક્ષા મંત્રાલયના ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કર્યો છે. જેમાં તેઓ રૂસના અધિકારીઓને હાથ મિલાવાની જગ્યાએ હાથ જોડીને પરંપરાગત રીતે નમસ્તે કરતા દેખાયા છે.
Khas Khabar Rajkot FM News Dt.2-9-2020 1 જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાન તરફથી કરવામાં આવેલી ગોળીબારમાં સેનાનો એક જુનિયર કમિશન અધિકારી શહીદ થયો છે. સમાચાર એજન્સી પીટીઆઈએ સૂત્રોને આધારે આ વિગતો જાહેર કરી છે. પાકિસ્તાને રાજૌરી જિલ્લાના કેરી સેક્ટરમાં ફરીથી એલઓસી પર યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. 2 દેશની સરકારી અને સૌથી મોટી વીમા કંપની એલઆઈસી 65 વર્ષની થઈ ચુકી છે. 1 સપ્ટેમ્બર, 1956એ કેન્દ્ર સરકારે 5 કરોડ રૂપિયાની રકમથી આ કંપનીની શરૂઆત કરી હતી. આજે LIC સૌથી મોટી વીમા કંપની બની ગઈ છે. જો તમે પણ પોતાની દિકરીના ભવિષ્યને લઈને ચિંતિત છો તો તેના માટે એલઆઈસીની આ પોલિસી લઈ શકો છો. LICની એક એવી પોલિસી છે જેમાં LICએ દિકરીઓના લગ્ન માટે જ બનાવી છે. આ પોલિસીનું નામ છે 'કન્યાદાન યોજના'. આ યોજનામાં 121 રૂપિયા રોજના હિસાબથી લગભગ 3600 રૂપિયાના મંથલી પ્રીમિયમ પર આ પ્લાન મળી શકે છે. પરંતું જો કોઈ તેનાથી ઓછા પ્રીમિયમ અથવા તેનાથી વધારે પ્રીમિયમ પણ આપવું જોઈએ તો આ પ્લાન મળી શકે છે. 3 કેન્દ્ર સરકારે એક એવી યોજના બનાવી છે જેમાં યુવાન ખેડૂત ગામમાં સોઈલ ટેસ્ટિંગ લેબ બનાવી કમાણી કરી શકે છે. લેબ સ્થાપિત કરવામાં 5 લાખ રૂપિયાનો ખર્ચ આવે છે. જેને 75 ટકા એટલે કે, 3.75 લાખ રૂપિયા સરકાર આપશે. જેમાં 60 ટકા કેન્દ્ર અને 40 ટકા સબ્લિડી સંબંધિત રાજ્ય સરકાર પાસેથી મળશે. સરકાર જે પૈસા આપશે તેમાંથી 2.5 લાખ રૂપિયાની તપાસ મશીન, રસાયણ અને પ્રયોગશાળા ચલાવવા માટે અન્ય જરૂરી વસ્તુ ખરીદવા પર ખર્ચ થશે. કોમ્પ્યૂટર, પ્રિંટર, સ્કેનર, GPS ની ખરીદ પર 1 લાખ રૂપિયા લાગશે. 4 Ladakh સરહદે તનાવ સર્જ્યા બાદ ચીને હવે પેંતરો બદલ્યો હોય એમ ઉત્તરાખંડ સરહદે તનાવ સર્જવાનું અટકચાળું કર્યું હતું. ભારતીય લશ્કરે તરત ત્યાં વધુ કુમક મોકલી આપી હતી. ભારત-ચીન, ભારત-નેપાળ અને ભારત-ભુતાન એમ ત્રણે સરહદો પર આપણા જવાનોને સતર્ક કરી દેવાયા હતા. સાથોસાથ કેન્દ્ર સરકારે ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, સિક્કીમ અને લદ્દાખ સરહદે ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP)ને પણ સજાગ રહેવાની તાકીદ કરી હતી. 5 કોરોનાને ફેલાતો રોકવા માટે ઉત્તર પ્રદેશની યોગી સરકારે વીકેન્ડ લોકડાઉન લાગુ કર્યુ હતું. જેને હવે સમાપ્ત કરવામાં આવ્યું છે. અનલોક-4 માટેની સ્થિતિઓની સમીક્ષા કરીને યોગી સરકારે વીકેન્ડ લોકડાઉન સમાપ્ત કરવાનો નિર્ણય કર્યો છે. હવે શનિવાર અને રવિવારની જગ્યાએ માત્ર રવિવારના દિવસે સંપૂર્ણ લોકડાઉન લાગુ રહેશે. 6 ગઢડા સ્વામિનારાયણ મંદિરના સંતો દ્વારા મહિલા સાધ્વીની શૌચક્રિયાનો વીડિયો વાયરલ કરવા મુદ્દે ચોંકાવનારો ખુલાસો થયો છે. ગઢડા મંદિરના પાર્ષદ વિપુલ ભગતે હરીજીવન સ્વામીના કહ્યા પછી વીડિયો વાયરલ કર્યો હોવાનું સામે આવ્યુ છે. જે બાદ મહિલા સંખ્યોગી બહેને માનવ અધિકાર પંચ અને મહિલા આયોગમાં મંદિરના સ્વામીઓ તેમજ ટ્રસ્ટીઓ સામે ફરિયાદ કરી છે. તેમણે પોલીસ ફરિયાદ ન લેતી હોવાનો પણ આક્ષેપ કર્યો છે. 7 રાજકોટમાં પોઝિટિવ કેસની સાથે સાથે મૃત્યુઆંક અધધ.. વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 32 લોકોના મોત થયા છે. એટલે કે પહેલીવાર મૃત્યુઆંક અચાનક બમણો નોંધાયો છે. સિવિલમાં 26ના અને ખાનગી હોસ્પિટલમાં 6 લોકોના મોત નિપજ્યાં છે. સોમવારે મેયર બિનાબેન આચાર્યના પતિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને મેયર બિનાબેન આચાર્યનો પોઝિટિવ આવ્યો છે. જયંતિ રવિ આજે રાજકોટમાં છે. ત્યારે પહેલીવાર મૃત્યુઆંક ડબલ નોંધાયો છે. જ્યારે જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 4800ને પાર પહોંચી ગઈ છે. 7 રાજકોટમાં નદી-નાળા અને ડેમો ઓવરફ્લો થઈ ગયા છે. તેમ છતાં પીવાનું પાણી મળતું ન હોવાની ફરિયાદો ઉઠી છે. કોઠારીયા વિસ્તારમાં પીવાનું પાણી ન મળતા મહિલાઓ રોષે ભરાય હતી અને સોલવન્ટ ફાટક નજીક પહોંચી માટલા ફોડી વિરોધ કર્યો હતો. રસ્તા પર ચક્કાજામ કરી ‘પાણી આપો’ની માંગ કરવામાં આવી હતી. પોલીસે વિરોધ કરી રહેલી મહિલાઓની અટકાયત કરી હતી. અટકાયત બાદ પોલીસે એક ઇકો કારમાં 8 મહિલાઓને બેસાડી સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનો ઊલાળ્યો કરી નાખ્યો હતો. 8 રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા 300 જેટલા સફાઈ કર્મચારીઓ પગાર મુદ્દે બેનરો સાથે ધરણાં પર ઉતર્યા છે. વિરોધ પ્રદર્શન કરી રહેલા સફાઈકર્મીઓની પોલીસે અટકાયત કરતા કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો હતો. સિવિલના 300 જેટલા સફાઈ કર્મચારીઓ હોસ્પિટલ ચોક ખાતે ધરણાં પર ઉતર્યા હતા. સફાઈકર્મીઓએ પગાર વધારા સાથે આઉટ સોર્સિંગ નાબૂદ કરવાની માંગ કરી છે.
Khas Khabar Rajkot FM News Introduction Starting From Today.
Comments