આ અધ્યાયમાં આપણે જન્મેજયના રાજ્યાભિષેક, લગ્ન અને પરિપક્વતાની વાત કરવી છે. ઉતંકમુનિના પ્રભાવમાં આવી જઈને જન્મેજય સર્પસત્રની શરૂઆત કરે છે તેની પણ વાત આપણે કરવી છે. આ સર્પસત્રનું નિવારણ આસ્તિક મુનિએ કેવી રીતે કર્યું તે પણ આપણે આ અધ્યાયમાં જાણીશું.
આજના અધ્યાયમાં આપને તક્ષકનાગ અને બ્રાહ્મણ કશ્યપ વચ્ચેનો વાર્તાલાપ સાંભળીશું.અને ત્યાર પછી કેવી યુક્તિ કરીને તક્ષકનાગ વિધિનું વિધાન પૂર્ણ કરવા માટે પરિક્ષિત રાજાને ડશે છે તેની પણ વાત સાંભળીશું.
આજના અધ્યાયમાં આપણે તપસ્વી રૂરૂ અને તેમના પ્રેમની કથા સાંભળીશું. દેવદૂતના માગ્યા પછી તપસ્વી રુરૂએ પોતાની અડધી જ઼િંદગી પ્રિયતમા પ્રમદ્વરાને જીવિત કરવા માટે આપી દીધી તેના દ્વારા આપણે પ્રેમ અને ત્યાગ એવી મર્મની વાત સમજીશું. આ તરફ પરિક્ષિત રાજાની પોતાની જિજીવિષાની વાત પણ સાંભળીશું.
આ અધ્યાયમાં આપણે યદુકુળના નાશની અને રાજા પરીક્ષિતની કથા સાંભળવી છે. અહીંયા આપણે ભગવતપુરાણની શરૂઆત કેવી રીતે થાય છે, તેની પણ વાત કરીશું.
આજના અધ્યાયમાં આપણે.વ્યક્તિગત ચરિત્રની વાત કરવી છે. મહાભારત દ્વારા આપણે ધૃતરાષ્ટ્ર, યુધિષ્ઠિર અને ભીમના ચરિત્ર વિશેની વાત કરીશું અને તેના દ્વારા આપણે આપણા પરિવાર માટે કેવી વાતો શીખી શકે તે પણ સમજીશું.
આજના અધ્યાયમાં આપને વ્યાસજીને ત્રણ પુત્રો અને પાંડવોના જન્મની કથા સામ્ભળીશું. ખાસ કરીને માતા કુંતીના કથાનકની વાત કરશું.
આજના અધ્યાયમાં આપણે સત્યવતી અને શાંતનુના લગ્નની વાત અને ભીષ્મપ્રતિજ્ઞાની વાત કરવી છે.
આ અધ્યાયમાં આપણે ગંગાથી વસુઓના જન્મ અને દેવવ્રતના જન્મની વાત કરવી છે. ગંગા અને શાંતનું વચ્ચેના સંવાદને પણ મર્મથી સમજવો છે.
ઋષિઓએ સુતજીને પ્રશ્નો કર્યા છે કે વ્યાસજીએ અને ભીષ્મજીએ જે પ્રકારના નિર્ણયો લીધા તે સા સારું. તેના જવાબમાં સુતજી રાજા મહાભિષ, ગંગા, વસુઓ અને શાંતનુ રાજાની કથા સંભળાવે છે. તેઓ આ કથા દ્વારા મહાભારતની પુર્વભુમિકા બાંધે છે.
આજના અધ્યાયમાં આપણે પરાશરમુનિ અને મત્સ્યગંધાની મુલાકાત કેવી રીતે થઈ અને એ દાસ કન્યાથી વ્યાસજીનો જન્મ કેવી રીતે થયો તેના વિષેની વાત કરવી છે.
આજથી આપણે દેવી ભાગવતના બીજા સ્કંધની શરૂઆત કરી રહ્યા છે. આજના અધ્યાયમાં આપણે વ્યાસજીના જન્મની પૂર્વ ભૂમિકા બાંધી છે અને મત્સ્ય ગંધાની વાત કરવી છે.
આ અધ્યાયમાં આપણે શુકદેવજીના પરંગતિ પામ્યા પછી વ્યાસજીના વંશ અને કૃત્યોનું વર્ણન કરીશું.
શુકદેવજીને હજી પણ કેટલાક પ્રશ્નો છે જનકજી સાથે. જીવન મુક્તિ વિશેના. જેના સુંદર જવાબ જનકજી આપે છે. આ સાંભળીને શુકદેવજીના બધા સંદેહ દૂર થાય છે અને તેઓ ગૃહસ્થ આશ્રમમાં સ્થિત થાય છે. ત્યાર બાદ ગૃહસ્થાશ્રમને ભોગવીને શુકદેવજી સંન્યાસ ધારણ કરે છે તેની કથા આપણે આજે સાંભળીશું.
આ અધ્યાયમાં આપણે શુકદેવજીના ગૃહસ્થાશ્રમ તરફના સંદેહ અને જનકજી દ્વારા તેના નિવારણનો સંવાદ સાંભળીશું.
આ અધ્યાયમાં આપણે પિતાના કહેવા બાદ શુકદેવજી જનકજી ની પરીક્ષા કરવા માટે મિથિલા પુર ગયા છે તેની કથા સાંભળીશું. શુકદેવજી અને જનકજીના દ્વારપાળ વચ્ચેનો સંવાદ જેમાં રાગી અને વિરાગી પુરુષમાં શું તફાવત છે તે પણ જાણીશું. અને ત્યાર બાદ શુકદેવજી કેવી રીતે જલકમલવત મહેલમાં પણ રહી શકે છે તે જાણીશું.
આજના અધ્યાયમાં વ્યાસજી આપણને ભગવાન વિષ્ણુ અને દેવી વચ્ચેનો સંવાદ સંભળાવે છે અને તેના દ્વારા શુકદેવજી ને સંદેશ આપે છે કે ગૃહસ્થાશ્રમમાં રહીને પણ, વર્ણાશ્રમમાં રહીને પણ માણસ, દેવી ભાગવત સમજી શકે છે.
જ્યારે વ્યાસજી શુકદેવજીને વર્ણાશ્રમ વિશે સમજાવે છે ત્યારે તેના જવાબમાં શુકદેવજી પોતાના પિતા વ્યાસજીને સંન્યાસ વિશેની વાત કહે છે તેઓ તો સન્યાસી છે. તે સમય તત્ત્વગ્યાનની તલબ લાગેલી હોવાથી શુકદેવજી વ્યાસજી પાસે તત્વનાની.ભિક્ષા માંગે છે. તેના જવાબ વ્યાસજી તેમને દેવી ભાગવત સમજવાની વાત કરેં છે.
આજના અધ્યાયમાં આપણે શુકદેવજી અને વ્યાસજી વચ્ચેનો અદભુત સંવાદ સાંભળીશું, જેમાં આપણે ગૃહસ્થાશ્રમના મહત્વ વિશે સમજીશું.
આજના અધ્યાયમાં આપણે વ્યાસજીને થયેલા પ્રશ્ન દ્વારા પુરુરવા અને ઉર્વશીની કથા સાંભળોશું.