Season : 2: Episode: 16 : ખલીલ ધનતેજવીને શ્રદ્ધાંજલિ
Update: 2021-04-10
Description
Khalil Ismail Makrani
તેમનો જન્મ વડોદરા જિલ્લાના ધનતેજ ગામમાં ૧૨ ડિસેમ્બર ૧૯૩૫ના રોજ થયો હતો.
તેમણે ૪ ધોરણ સુધીનું જ શિક્ષણ મેળવ્યું હતું.
ખલીલ ધનતેજવી સાહિત્યની સાથે સાથે પત્રકારત્વ, પ્રિન્ટિંગ પ્રેસ અને ચલચિત્ર નિર્માણ સાથે સંકળાયેલા હતા.
તેમને ૨૦૦૪માં કલાપી પુરસ્કાર અને ૨૦૧૩માં વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો ૨૦૧૯માં તેમને નરસિંહ મહેતા પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
આંખોમાં હું સમાયો છું,
ત્યારથી ચોતરફ છવાયો છું
આયનાનેય જાણ ક્યાં થઈ છે,
છેક ભીતરથી હું ઘવાયો છું
નોંધ ક્યાં થઈ મારી હયાતીની,
હું મરણ બાદ ઓળખાયો છું!
જે મળે તે બધા કહે છે મને,
તારા કરતાં તો હું સવાયો છું
એના નામે જ હું વગોવાયો
જેના હોઠે સતત ગવાયો છું
એટલે ફૂલ મેં ચઢાવ્યાં છે,
હું જ આ કબ્રમાં દટાયો છું
– ખલીલ ધનતેજવી
Comments
In Channel















